વિશ્વવ્યાપી કોરોના મહામારીના કપરા સમયમાં પ્રાણવાયુ-ઓકસીઝનની તાતી જરૂરીયાતને લક્ષમાં લઈ કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, ત્યારે જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જામનગર શહેર ઉપરાંત બન્ને જીલ્લાના મુખ્ય શહેરો અને સી.એચ.સી. સેન્ટરો ઉપર પણ ન ઓકસીઝનની ખૂબ જ જરૂરીયાત હોવા અંગે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજીને ભારપૂર્વક આગ્રહ કરતા VYO પરીવાર દ્વારા આ રજુઆતનો સ્વીકાર કરતા માત્ર એક અઠવાડીયામાં જ ખાસ કિસ્સા તરીકે કાલાવડ અને ભાણવડની સરકારી હોસ્પીટલને ઓકસીઝન પ્લાન્ટસ ફાળવવામાં આવતા ત્રણ દિવસ પહેલા શુભારંભ કરાયો છે.
ગુજરાત રાજયમાં અનેક ઓકસીઝન પ્લાન્ટસનું દેશના ગૃહમંત્રી અમીતભાઈ શાહના હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો છે. જેમાં જામનગર શહેર ઉપરાંત કાલાવડ અને ભાવણડ સરકારી હોસ્પિટલ ખાતે પણ નવા ઓકિસજન પ્લાન્ટસની સુવિધા ઉપલબ્ધ થઈ છે. બન્ને જિલ્લામાં આ ઓકિસજન પ્લાન્ટસ મળે તે માટેના સઘન પ્રયાસોથી કોરોના મહામારીના આજના સમયે તત્કાલ ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ થઈ છે, આ બહુમૂલ્ય પ્રેરણાદાયી સેવા કાર્ય બદલ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમાર તથા VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) પરિવાર અને સર્વે દાતાઓના આ સેવાકીય યોગદાનને બદલ સાંસદ પૂનમબેન માડમએ આભાર સાથે આવકારી અભિનંદન પાઠવેલ છે.