ગુજરાત સરકાર દ્વારા ધો.10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ધો.12સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જૂલાઇથી યોજવાની જાહેરાત થયા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ તેમજ ધો. 10 રિપિટર ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે તા.1 થી 16 જૂલાઇ દરમ્યાન યોજાનાર પરિક્ષા માટેનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપરો બપોરે 2.30થી 6 દરમ્યાન તથા ધો.12 સામાન્ય પ્રવાહની પરિક્ષા સવારે 10 થી 1:15 તથા બપોરે 2:30 થી 5:45 દરમ્યાન યોજાશે આ પરિક્ષાનું ટાઇમ ટેબલ નીચે મુજબ છે.