Thursday, January 2, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતની સાત યુનિવર્સિટી ‘સેન્ટર ઓફ એકિસલન્સ’

ગુજરાતની સાત યુનિવર્સિટી ‘સેન્ટર ઓફ એકિસલન્સ’

વૈશ્વિક ફલક ઉપર વિશેષ પ્રદાન આપવા માટે એકશનપ્લાન તૈયાર કરાશે

- Advertisement -

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં કાર્યરત નિરમા યુનિવર્સિટી, ચારૂસેટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી,PDPU, CEPT તેમજ DAIICTને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે.

- Advertisement -

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સાત યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સિલેન્સનો દરજ્જો મળવાથી વૈશ્વિક ફલક ઉપર પોતાનું વિશેષ પ્રદાન આપવા એક એક્શન પ્લાન તૈયાર કરાશે. આ નિર્ણયથી યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને તેને વૈશ્વિક ટચ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં હાઇટેક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી ક્લાસરૂમ, શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, લેબોરેટરીઝ, લાયબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવે તે હેતુથી ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જેના ઉપર વધુ ભાર મુકવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular