Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આજથી ચોમાસા પહેલાંના વરસાદની સંભાવના

ગુજરાતમાં આજથી ચોમાસા પહેલાંના વરસાદની સંભાવના

- Advertisement -

ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ-અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના વલસાડ, નવસારી, ડાંગમાં વરસાધ્ની શક્યતા દર્શાવવામાં આવી છે.

ભાવનગર, અમરેલી, રાજકોટમાં 3 – 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં 3 જૂનસુધી ચોમાસું આગમન થઈ શકે છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રક) છે જેને કારણે ગુજરાતમાં વરસાધ્ની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવનના કારણે લાગે છે કે ગરમી હવે 40 ડિગ્રીને વળોટશે નહીં, અમદાવાધમાં 37,6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે પણ ગરમી વધશે તેવી આગાહી કરી નથી. ઉલ્ટાનું આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહી થવાની આગાહી કરી છે. તેમજ રાજ્યના અમુક ભાગમાં મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે 1-6ના રોજ વાતાવરણ સુક્કં રહેશે. તા.1થી તા.2 વચ્ચે હળવાથી ભારે વરસાદ ડાંગ, વલસાડ, નવસારી, ધમણ, દાદરા નગર હવેલીમાં વરસે તેવી શક્યતા છે. તા.2થી તા.3 વચ્ચે હળવાથી ભારે વરસાદ અને ગાજવીજ સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં થઈ શકે છે. તા.3થી 4 વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ અરવલ્લી, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, વલસાડ , ગીર, સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં થઈ શકે છે. તા.4થી 5ની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ આણંદ, નવસારી, ધમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular