દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્રો પરથી ટોકન મેળવીને દરિયામાં હાલમાં માછીમારી કરી રહેલ તમામ માછીમારી બોટોને તા.30 મે સુધીમાં ફરજીયાત પણે પરત આવી ફિશરીઝ ગાર્ડઝ પાસે નોંધ કરાવવાની રહેશે.આ સૂચનાનો ભંગ કરીને તા. 30 મે સુધીમાં પરત આવીને આવકની નોંધના કરાવનાર બોટોની વિરુદ્ધ મત્સ્યોદ્યોગ કાયદો અને અધિનિયમ-2003 અન્વયેનીં કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા મત્સ્યોદ્યોગ અધિક્ષક ઓખાની યાદી જણાવેલ છે.