Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 12માં એલઇડી લાઇટના પ્રશ્ને કમિશનરને રજૂઆત

વોર્ડ નં. 12માં એલઇડી લાઇટના પ્રશ્ને કમિશનરને રજૂઆત

પૂર્વવિપક્ષી નેતા અસ્લમ ખીલજી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત

- Advertisement -

જામનગરના વોર્ડ નં. 12 અને નગરસીમ વિસ્તારમાં મુખ્ય રોડ પર છેલ્લા ચાર વર્ષથી અંધારપટ્ટ હોય, તંત્ર દ્વારા પક્ષપાતી વલણ રાખવામાં આવતું હોવાનું જણાવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જામનગર મહાનગરપાલિકાના પૂર્વવિપક્ષી નેતા અસ્લમ ખીલજી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

નગરસીમ વિસ્તારમાં કાલાવડનાકા બહારથી મહાપ્રભુજીની બેઠક સુધી અને કલ્યાણચોકથી સનસીટી-2 સુધીનો મેઇન રોડમાં ભારે વરસાદના લીધે સમગ્ર રસ્તાઓનું ધોવાણ થયું હોય અને મોટા-મોટા ગાબડાઓ પડયા છે. આવી પરિસ્થિતિમાં મેઇન રોડ પર લાઇટો ન હોવી એ એક ગંભીર બાબત છે. આવનારા દિવસોમાં ફરીથી ચોમાસાનું આગમન થવાનું હોય, અંધારપટ્ટના લીધે વારંવાર અકસ્માતો થાય છે. આ અંધારપટ્ટના લીધે ચોરી અને લૂંટફાટના બનાવો પણ વધ્યા છે અને આવાર-લુખ્ખા તત્વો એનો ફાયદો ઉપાડે છે. જેથી કરી લોકોમાં પણ ભયનો માહોલ છે. અમારા દ્વારા નગરસીમ વિસ્તારના મેઇન રોડ પર એલઇડી લાઇટો નાખવા માટે છેલ્લા ચાર વર્ષથી લેખિત તથા મૌખિક તેમજ સામાન્યસભામાં અનેક વખત રજૂઆતો કરેલ છે. તેમ છતાં પણ તંત્ર અને સત્તાધિશો દ્વારા પક્ષપાતભરી નીતિ રાખવામાં આવે છે. અમારા દ્વારા જ્યારે પણ એલઇડી લાઇટની માંગણી કરવામાં આવે છે. ત્યારે તંત્ર અને સત્તાધીશો દ્વારા હાલ એલઇડી લાઇટો નથી. તેવું જણાવવામાં આવે છે. જ્યારે આશરે દશ મહિના પહેલાં ગુલાબનગર થી નૂરી ચોકડી અને નુરી ચોકડીથી મહાપ્રભુજીની બેઠક સુધી 180 એલઇડી લાઇટો નાખવામાં આવી. આ કામગીરી પ્રશંસનિય છે પણ આ દર્શાવે છે કે, તંત્ર અને સત્તાધીશો દ્વારા અમારા પ્રત્યે ઇરાદાપૂર્વક ખુલ્લો પક્ષપાત રાખવામાં આવે છે. આ વિસ્તારમાં લઘુમતિની સંખ્યા વધારે હોય તે માટે આવું ખુલ્લું પક્ષપાતી વલણ રાખવામાં આવે છે. તે સાબિત થાય છે. આ બાબતે નગરસીમ વિસ્તારમાં મેઇન રોડ પર 10 દિવસમાં એલઇડી લાઇટો લગાડવામાં નહીં આવે તો કમિશનર ચેમ્બર બહાર આશ્ર્ચર્યજનક કાર્યક્રમની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular