Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકુવામાંથી 32 સર્પનું સફળતા પૂર્વક રેસ્કયૂ

કુવામાંથી 32 સર્પનું સફળતા પૂર્વક રેસ્કયૂ

- Advertisement -

લાખોટા નેચર કલબના સર્પમિત્રને લાલપુર પાસેના ડબાસંગ ગામના ગ્રામ પંચાયતના કુવામાં ઘણાં બધાં સર્પ છે તેવી જાણ સરપંચ દ્વારા કરવામાં આવતા જામનગર ટીમ અને લાલપુર ટીમ તાત્કાલિક ડબાસંગ પહોંચી ગઈ હતી અને 100 ફૂટ ઉંડા કૂવામાંથી થોડુ પાણી ભર્યુ હોવાથી સર્પ પાણીમાં અંદર જતાં રહેતા હોવાથી સર્પમિત્રો દ્વારા સતત ત્રણ દિવસમાં 10 વખત કુવામાં અંદર ઉતરીને કુલ 32 સર્પોનો જીવ બચાવવામાં આવ્યો હતો. જેમાં 28 જળ સાપ/ડેંડુ, 2 સામાન્ય કુકરી અને 2 ધામણ કુલ 32 બિનઝેરી સર્પને આનંદ પ્રજાપતિ, જીજ્ઞેશ મેઘનાથી, મયુર નાખવા, ઉમંગ કટારમલ, અરૂણકુમાર રવિ, વૈભવ ચુડાસમા, ઈશાન પરમાર, સંજય ગોહિલ, મનસુખ ચાવડા, નરેશ સાદીયા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરતના ખોળે પરત મુકત કર્યા હતાં.
જામનગરમાં પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચર કલબ દ્વારા અનેક સરીસૃપોને બચાવવા સહિતની કામગીરી ઘણાં સમયથી ફ્રીમાં કરવામાં આવી રહી છે. ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસપાસ જોવા મળે તો ગભરાશો નહીં કે મારસો નહીં પરંતુ તેને બચાવવા માટે આનંદ પ્રજાપતિ 80008 26991 (જામનગર), જીજ્ઞેશ મેઘનાથી 98256 77729 (લાલપુર)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular