Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના ઈન્જેકશની અછત વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક જથ્થો ફાળવ્યો

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના ઈન્જેકશની અછત વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક જથ્થો ફાળવ્યો

દેશમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં

- Advertisement -

રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. આ રોગના સૌથી વધારે કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે અને એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આ રોગની સારવાર માટે ઈન્જેક્શન ક્યાં મળશે તેની ગડમથલ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વિટ કરીને રાજ્યોને ફાળવેલા ઈન્જેક્શનોની માહિતી આપી છે.જેમાં ગુજરાતને ગઈકાલે વધુ 4640 ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. આ અગાઉ પણ ગુજરાતમાં 2281 દર્દીઓ સામે 5800 ઈન્જેકશન ફાળવવામાં આવ્યાં હતા.

- Advertisement -

મ્યુકરમાંયકોસિસના ઈન્જેકશન ફાળવવા માટેનો હવાલો હવે કેન્દ્ર સરકારે લીધો છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને જરૂરિયાત પ્રમાણે ઈન્જેકશન ફાળવવામાં આવશે. ગઈકાલના રોજ કેન્દ્ર સરકારે મ્યુકરમાઇકોસિસની સારવારમાં વપરાતા કુલ 19240 એમ્ફોટેરિસીન બી ઈંજેક્શન ફાળવ્યા છે. જેમાં સૌથી વધુ ગુજરાતને 4640ઈન્જેકશન આપવામાં આવ્યા છે.

અંતે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મ્યુકરમાયકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આગાઉ પણ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને 5800 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશમાં સૌપ્રથમ હરિયાણાએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી હતી. ત્યારબાદ રાજસ્થાન સરકારે પણ તેને મહામારીના એક્ટમાં તેનો સમાવેશ કર્યો હતો. જ્યારે કેન્દ્રની સૂચના મળ્યા બાદ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ચંદીગઢ, હિમાચલ, ઓરિસ્સા, કર્ણાટક, તેલંગાણા અને તામિલનાડુમાં પણ મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી દેવાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular