જામનગર જિલ્લાના સિક્કા ખાતે હિન્દુ પરિવારમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોય, મુસ્લિમ ભાઇઓ મદદે આવી હિન્દુવિધિ મુજબ તેની અંતિમ ક્રિયા માટે મદદરૂપ થયા હતાં.
આ અંગે મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લાના સિક્કામાં રહેતા પંકજભાઇ પાલા છેલ્લા ચાર પાંચ દિવસથી સિક્કામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં હતાં. તેમ દરમિયાન તેઓ સાજા થઇ ઘરે જતાં રહ્યાં હોય, તેમનું તેમના ઘરે મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પરિવારમાં માત્ર તેમના વૃધ્ધ એક કાકા હતાં અને તેમના નાનાભાઇ રાજકોટ વસવાટ કરતાં હોય, તેને મૃત્યુની જાણ થતાં તેઓ સિક્કા ખાતે આવ્યા હતાં અને આજુબાજુના લોકોને મૃતક અંગે જાણ કરી મૃતક કોરોના પોઝિટિવ હોય તેમને પીપીઇ કીટ પહેરાવા મદદ માંગી હતી. પરંતુ આજુબાજુના લોકો દ્વારા મદદ ન કરતાં સિક્કાના સામાજિક કાર્યકર અને પત્રકાર સલિમ મુલ્લાનો સંપર્ક કરતાં સલીમ મુલ્લાએ તેમની ટીમ સાથે મૃતકના ઘરે પહોંચી મૃતકને પીપીઇ કીટ પહેરાવી હિન્દુ ધર્મ રીતી-રિવાજ પ્રમાણે તમામ વિધિ કરાવી એમ્બ્યુલન્સ મારફત સ્મશાને લઇ અંતિમ સંસ્કાર કરાવી કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડયું હતું. મૃતકના પરિવારજનોએ સલીમ મુલ્લા તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિક્કામાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કોમી એકતાનું ઉદાહરણ
કોરોના બાદ મૃત્યુ પામેલને પીપીઇ કીટ પહેરાવી હિન્દુવિધિ અનુસાર અંતિમ ક્રિયા કરાવી