કોરોના વાયરસના સંક્રમણને ધ્યાન રાખીને દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરે ભાવિકો માટે તારીખ 18 મે સુધી દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ અને આ બંધનો નિર્ણય વધુ લંબાવી અને તારીખ 19 થી 21 મે સુધી વધુ ત્રણ દિવસ ભક્તો માટે મંદિર બંધ રાખવાની વિધિવત જાહેરાત મંદિરના વહીવટ દ્વારા કરવામાં આવી છે. જગત મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમ મુજબ સેવા- પૂજા કરવામાં આવશે.
દ્વારકાધીશજીના લાઈવ દર્શનનો લાભ સંસ્થાની લેવા વેબસાઈટ WWW.DWARKADHISH.ORG પર લઈ શકાશે તેમ પણ વધુમાં જણાવાયું છે.