તૌક્તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગમે તે સમયે અમદાવાદને સ્પર્શી શકે છે અને સાથે સાથે વડોદરા તથા સુરતમાં પણ પવન સાથે વરસાદ વરસશે. વાવાઝોડાની દિશા અનુસાર તે પાટણના મધ્યમાંથી બનાસકાંઠામાં પ્રવેશ કરશે.
તૌક્તે વાવાઝોડું અમદાવાદને સ્પર્શ કરે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગમાં જણાવ્યા અનુસાર તાઉ તે આગામી 2 કલાકમાં સિવિયર સાયક્લોન બની જશે. અને રાજ્યભરમાં તેની અસર વર્તાશે. બપોરે 115કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતાઓ છે.
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌક્તે આફત બનીને ત્રાટક્યું છે.
ગુજરાતમાં તૌક્તે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ દસ્તક આપી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે વાવાઝોડું અમરેલી સુધી પહોંચ્યુ હતુ. થોડીવારમાં વાવાઝોડું સુરેન્દ્રનગર પહોંચશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ, વેરાળ, ઉના, કોડીનારમા 130 કિમના પવન સાથે ભારે નુકસાની સર્જાઈ છે.