કોરોનાની મહામારી વચ્ચે હાલ જીએમઈઆરએસની મેડિકલ કોલેજો અને સરકારી મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પાડતા વિમાસણમાં મુકાયેલી સરકારે અંતે માંગો સ્વીકારી લીધી છે. : રાજ્યમાં લાંબા સમયથી તબીબો દ્વારા પડતર માગણીને લઈ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7માં પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે.
ગઈકાલે મોડી રાત્રે જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના શિક્ષકોના મંડળ સાથે પણ બેઠક કરી સરકારે જીએમઈઆરએસના તબીબી શિક્ષકો માટે પણ ૭મા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસ એલાઉન્સ મંજૂર કર્યુ છે.
આરોગ્યમંત્રી અને નાણાંમત્રી નિતિન પટેલની મંજૂરી સાથે સરકારે સરકારી તબીબી શિક્ષકોની ૧૦ માંગણીઓ સ્વીકારી લીધી હતી પરંતુ ચાર માંગણીઓ સ્વીકારી ન હતી અને જેમાં સરકારે નોન પ્રેક્ટિસ એલાઉન્સ વધારવાની માંગણી સ્વીકારી ન હતી.જેથી તબીબી રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજોના ૧૭૦૦થી વધુ તબીબી શિક્ષકોના મંડળે નોન કોવિડ ડયુટી બંધ રાખી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. GMERS હેઠળ ભરતી થયેલા ટ્યુટર અને મેડિકલ ઓફિસર સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા તબીબોને પણ લાભ મળશે. આ સાથે તેમની અન્ય માગણીનો પણ સ્વિકાર કર્યો છે. જેમાં NPAનો હવે સાતમાં પગાર પંચ પ્રમાણે અપાશે.
જ્યારે સરકારી મેડિકલ કોલેજોના તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરાશે. અને નિયમિત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સંવર્ગમાં એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની એડહોક સેવા વિનિયમિત કરવામા આવશે.કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમનો પણ લાભ અપાશે.ડીપીસી અંતર્ગત બાકી બઢતીના આદેશો તરત કરવમા આવશે ઉપરાંત જીપીએસસી અને ડીપીસી નિયમિત રીતે દર વર્ષે કરવામા આવશે. ગુજરાતમાં આવેલી 8 GMERS કોલેજના તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જેનો હવે અંત આવ્યો છે.