Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગુજરાત વિધાનસભા વિરોધપક્ષનેતા જી.જી.હોસ્પિટલની મુલાકાતે

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનેતા જી.જી.હોસ્પિટલની મુલાકાતે

કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને સહાય આપવા માંગણી

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ આજરોજ જામનગરની જી.જી.હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કોરોના મહામારી દરમ્યાન લોકોને પુરતી સારવાર અને સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ પણ કર્યા હતાં. તેમજ કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારજનોને સહાય આપવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

આ મુલાકાત દરમ્યાન તેમણે જી.જી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓના પરિવારજનોને પણ મળ્યા હતાં. અને હોસ્પિટલમાં કોઇ મુશ્કેલી પડે છે કે, નહીં તે અંગે માહિતી મેળવી હતી. આ તકે, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ચિરાગભાઇ કાલરીયા, જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી તથા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular