Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીય“લવ યુ ઝીંદગી” વાયરલ વિડીઓની કોરોના પોઝીટીવ યુવતી જીંદગી સામે હારી ગઈ

“લવ યુ ઝીંદગી” વાયરલ વિડીઓની કોરોના પોઝીટીવ યુવતી જીંદગી સામે હારી ગઈ

હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં કોરોના પોઝીટીવ યુવતી “લવ યુ ઝીંદગી” ગીત પર ઝૂમી રહી છે. જેનાથી અનેક લોકોએ પ્રેરણા લીધી છે. પરંતુ આ બહાદુર યુવતીનું મૃત્યુ થયું છે.

- Advertisement -

ડોક્ટર મોનિકા લાંગેહે 8 મેના રોજ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એક 30 વર્ષિય છોકરી એક હોસ્પિટલના કોવિડ ઇમરજન્સી વોર્ડમાં હતી. બાદમાં તેણીએ પોતાનું મનોબળ વધારવા માટે ડોક્ટરને પૂછ્યું હતું શુ તે ગીત વગાડી શકે છે? અને બાદમાં તેણી લવ યુ ઝીંદગી ગીત ચલાવી દીધું હતું. માત્ર 30 વર્ષની અ યુવતીને આઈસીયુ બેડ ન મળવાના લીધે તેણીનું મૃત્યુ નીપજ્યું છે. તે કોવિડ ઈમરજન્સી વોર્ડમાં એડમીટ હતી. ડૉ. મોનિકાએ ગઈકાલના રોજ ટ્વીટર મારફતે તેણીના મૃત્યુની જાણકારી આપી છે.

આ યુવતી NIV સપોર્ટ પર હતી. તેને રેમેડેસીવીર અને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. ડોકટરે શેર કરેલા વિડીઓમાં પણ લખ્યું હતું કે ક્યારેય આશા ન છોડવી જોઈએ. આ યુવતીએ મનોબળ સામેતો જીત મેળવી પણ જીંદગી સામે હારી ગઈ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular