કોરોના વાયરસની બીજી લહેરના પરિણામે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો જુનો ટપુ એટલે કે ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાના લીધે અવસાન થયું છે. ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધી છેલ્લા 10 દિવસથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. જેનું કોરોનાથી નિધન થયું છે.
ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લાં 10 દિવસથી વેન્ટિલેટર પર હતા. તારક મહેતામાં ટપુનો રોલ ભજવી ચૂકેલ ભવ્ય ગાંધીએ 2008થી કામ કરવાનું શરુ કર્યું હતું. તે જયારે 10 વર્ષનો હતો ત્યારથી તારક મહેતામાં કામ કરવાનું શરુ કર્યું હતું. ભવ્ય ગાંધીએ સિરિયલમાં દયાભાભી (દિશા વાકાણી) તથા જેઠાલાલ (દિલીપ જોષી)ના દીકરાનો રોલ કરતો હતો. ભવ્યે શો છોડતા હવે તેની જગ્યાએ રાજ અનડકટ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો છોડયા બાદ ભવ્ય ગાંધી ‘તારક મહેતા’ બાદ ભવ્ય ગાંધી 2019માં ટીવી સિરિયલિ ‘શાદી કે સિયાપા’માં જોવા મળ્યો હતો.અને હવે હવે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. 2017 માં ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું.