જામનગરમાં 27 એનસીસી બટાલિયન ખાતે ઇલેકટીવ સબજેકટ (વૈકલ્પિક વિષય) તરીકે એનસીસીનાં અભ્યાસ અંગેની બેઠક તા. 07નાં રોજ યોજવામાં આવી હતી. આ બેઠકમાં 27 એનસીસી બટાલિયન, જામનગરનાં કમાંડીન ઓફિસર કર્નલ મનોજ બક્ષીએ સંલગ્ન યુનિવર્સિટીઓમાં એનસીસીનાં વૈકલ્પિક વિષય તરીકે શરૂઆત અંગે એએનઓ(એસોસીએટ એનસીસી ઓફિસર) સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં એએનઓ દ્વારા વિદ્યાર્થીઓ પણ એનસીસીને વૈકલ્પિક વિષય તરીકે રાખવા ખૂબ જ તત્પર હોવાનું કમાંડીંગ ઓફિસરને જણાવવામાં આવ્યું હતું. કર્નલ મનોજ બક્ષીએ જણાવ્યું હતું કે, આ અગત્યની બાબતનો બહોળો પ્રસાર આવશ્યક છે કે જેથી મહતમ વિદ્યાર્થીઓ એનસીસીનાં આ કોર્સનો લાતી લઇ શકે. એએનઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક આ બાબતનો વધુમાં વધુ પ્રચાર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.
નેશનલ એજયુકેશન પોલીસી-2020માં એનસીસી ‘બી’ અને ‘સી’ સર્ટીફીકેટનાં અભ્યાસક્રમની રૂપરેખા CBSC(ચોઇસ બેઇઝડ ક્રેડિટ સિસ્ટમ) તરીકે તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આજ સુધી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નકકી કરાતા વિષયો માત્રમાંથી પસંદગીનો વિકલ્પ હતો જયારે આ નવું માળખું વિદ્યાર્થીઓ ને વિષય પસંદગીની નવી તક આપશે. આ અભ્યાસક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરતા વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટસ આપવામાં આવશે. જે તેમને સંલગ્ન વિષયની ડિગ્રીની માન્યતા આપશે. આ પગલું રાષ્ટ્ર નિર્માણનાં દ્રષ્ટિકોણની આગવી અને દૂરંદેશી પહેલ બની રહેશે.