Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતઅજગરની પજવણી કરનારએ શખ્સો ભાવનગરના હોવાનું સામે આવ્યું, વનવિભાગે અટકાયત કરી

અજગરની પજવણી કરનારએ શખ્સો ભાવનગરના હોવાનું સામે આવ્યું, વનવિભાગે અટકાયત કરી

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં અજગરની પજવણીનો વિડીયો અમરેલીના નામે વાયરલ થઇ રહ્યો હતો

- Advertisement -

તાજેતરમાં જ અજગરની પજવણીનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અમુક શખ્સો ખેતરમાં અજગર સાથે ફોટો સેશન કરાવી રહ્યા હતા. અને આ વિડીયો અમરેલીના કોઈક વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ભાવનગરના ઘોઘા તાલુકાના ખોખરા ગામે વાડીમાં ભાવનગરના શખ્સોએ અજગરની પજવણી કરી હોવાનું સામે આવ્યું છે. અને આ વિડીઓ 5મહિના જેટલો જુનો છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘોઘા વન વિભાગ દ્વારા અજગરની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

મોટા ખોખરા ગામેથી અજગર પકડાયાની આ ઘટના લગભગ 5 માસ જૂની છે.  વાયરલ વીડિયો વન વિભાગના હાથમાં જઇ પડતા તેમાં દેખાતા બે શખ્સો સર્પ પકડવાની કામગીરી સાથે સંકળાયેલાં ભાવનગરના કિશોર ધાપા અને સંજય વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વીડિયોમાં કિશોરવસ્થાના બે બાળકો પણ દેખાય છે. ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે વાડીમાં અજગર નીકળતા માલીકે ભાવનગર ફોન કરી રેસ્ક્યુ કરતા લોકોને બોલાવેલ. આથી અજગરને પકડી લઈ ગયા બાદ તેની સાથે વીડિયો ઉતારી, ફોટા પાડી વિકૃત હરકતો દ્વારા મજા લેતા ભાવનગરના બે શખ્સોને ભાવનગર વન વિભાગે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક દિવસથી આ વિડીઓ તમામ જગ્યાએ વાઈરલ થઇ રહ્યો હોવાથી આરોપીઓને આ અંગે જાણ થઇ જતા તેઓએ વન વિભાગના ડરથી વિવિધ લોકોને ફોન કરી જેના પાસે વિડીઓ હોય તે ડીલીટ કરવા અંગે જણાવ્યું હતું. પર્નાતું વિડીઓ વનવિભાગ સુધી પહોચી જતા કાર્યવાહી હાથ ધરવામાં આવતા શખ્સો અડફેટે આવી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular