Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગેલેરિયા કોમ્પલેક્ષમાં તરૂણનો મૃતદેહ સાંપડયો

જામનગરના ગેલેરિયા કોમ્પલેક્ષમાં તરૂણનો મૃતદેહ સાંપડયો

પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો : હત્યા કે આપઘાત ? : મૃતકની ઓળખ મેળવવા તજવીજ : 15 થી 17 વર્ષનો તરૂણ હોવાનું પ્રાથમિક તારણ

- Advertisement -

જામનગર શહેરના પટેલકોલોની શેરી નં. 2 માં આવેલા ગેલેરિયા કોમ્પલેક્ષમાંથી આજે સવારના સમયે એક મૃતદેહ સાંપડયાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ સ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં મૃતદેહ 15 થી 17 વર્ષના તરૂણનો હોવાનું જાણવા મળ્યું હતું અને મૃતદેહ નજીકના સ્થળ પરથી તરૂણની કોઇ ઓળખ મળી ન હોવાથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને પીએમ માટે મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે આ કોમ્પલેક્ષમાંના લોકોને મૃતક અંગે કોઇ જાણકારી હોય તો તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી. કોમ્પલેક્ષમાં લગાડેલા સીસીટીવી ફૂટેજ મેળવવા તેમજ તેના આધારે મૃતકની કોઇ ઓળખ મળે છે કે કેમ ? પોલીસ દ્વારા તરૂણએ આપઘાત કર્યો છે કે અકસ્માતે મોત થયું છે ? કે હત્યા નિપજાવવામાં આવી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular