Monday, December 23, 2024
Homeમનોરંજનભારતને મદદ કરવા માટે અપીલ કરી પ્રિયંકા ચોપરાએ, વિડિઓમાં કહ્યું કે...

ભારતને મદદ કરવા માટે અપીલ કરી પ્રિયંકા ચોપરાએ, વિડિઓમાં કહ્યું કે…

- Advertisement -

કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહેલા ભારતની સહાય અર્થે અનેક દેશ આવ્યા છે. હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સાથે જ ભારત દુનિયાનો સૌથી વધુ સંક્રમિત દેશ બન્યો છે. દેશમાં ઓક્સિજન, વેન્ટીલેટર અને દવાઓની અછત સર્જાઈ રહી છે. તેવામાં પ્રિયંકા ચોપરાએ વૈશ્વિક સ્તરે રાહત માટે આગળ આવવાની મદદ કરી છે.

- Advertisement -

પ્રિયંકા ચોપરાએ એક વિડીઓ શેર કરીને દુનિયાભરના લોકોને ભારતની મદદ કરવા માટે અપીલ કરી છે. તેણી વિડીઓમાં કહી રહી છે કે હું લંડનમાં બેઠી છું અને મારા પરિવારજનો તેમજ ભારતના મિત્રો પાસેથી સાંભળી રહી છું કે ત્યાંની હોસ્પિટલોની કેવી સ્થિત છે અને લોકોને સારવાર અર્થે બેડ પણ નથી મળી રહ્યા, આઈસીયુમાં જગ્યા નથી, સ્મશાન ઘાટમાં એકી સાથે અંતિમ સંસ્કારો થઇ રહ્યા છે. કારણકે સ્મશાનોમાં પણ જગ્યા નથી. ભારત મારું ઘર છે અને આ સમયે તે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

પ્રિયંકા ચોપરાએ એક નિવેદન બહાર પાડ્યું છે કે તેણીએ GIVE INDIAના સહયોગથી એક ભંડોળ એકત્રિત કરવાનું કામ શરુ કર્યું છે. તેણીએ કહ્યું છે કે હું અને નીક પણ ભારતને આર્થિક મદદ કરી રહ્યા છીએ. ઘણા લોકો એક બીજાને મદદ કરી રહ્યા છે તે સારી વાત છે. અને આપણે બધાએ આમ કરવાની જરૂર છે. દીલથી આભાર.

- Advertisement -

બે દિવસ અગાઉ પણ પ્રિયંકા ચોપરાએ ટ્વીટ મારફતે ભારતની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારું દિલ તૂટી ગયું. ભારત કોરોના વાયરસથી પીડિત છે અને અમેરિકાએ જરૂરથી 550M રસીનો ઓર્ડર આપ્યો છે.  AstraZenecaને દુનિયાભરમાં વહેંચવા માટે આપનો આભાર. પરંતુ મારા દેશમાં સ્થિતિ ગંભીર છે. શું તમે વેક્સિન ભારતને તત્કાલિક શેર કરશો? પ્રિયંકા ચોપડાની આ ટ્વિટને જોતાં કહી શકાય છે કે, ભલે તે દેશથી દૂર છે પરંતુ દેશની સ્થિતિ પર તેની નજર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular