Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયા નગરપાલિકા દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયર અંગે ચેકિંગ તથા મોકડ્રીલ કરાયું

ખંભાળિયા નગરપાલિકા દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયર અંગે ચેકિંગ તથા મોકડ્રીલ કરાયું

ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ વિભાગ તથા હેલ્થ વિભાગને સાથે રાખી ગઈકાલે મંગળવારે શહેરમાં આવેલ છ ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલોની વિઝીટ કરવામાં આવી હતી. આ હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમની ચકાસણી કરાઈ હતી. આ સ્થળે હાજર ડોક્ટરો તથા સ્ટાફને ફાયર પ્રિવેંશન અંગેની જરૂરી સૂચનાઓ અને તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં ખૂટતી જરૂરી ફાયર ઈકવિપમેન્ટનું ઈન્સ્ટોલેશન કરવા અંગેનું રિમાઇન્ડર આપવામાં આવ્યુ હતુ.

- Advertisement -

આ સાથે શહેરની કોઇપણ હોસ્પિટલમા આગજનીનો બનાવ ન બને તે માટે આગામી દિવસોમાં ખંભાળિયા શહેરમાં ઝુંબેશ સ્વરૂપે અન્ય તમામ હોસ્પિટલોનું પણ ફાયર ઓડિટની કામગીરી સાથે ચકાસણી કરવામા આવશે તેમ નગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત હોસ્પિટલ પ્રીમાઇસિસમાં ફાયર અંગેની એક મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular