Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો સંચાલિત તમામ બાગ-બગીચાઓ 5 મે સુધી બંધ

જામ્યુકો સંચાલિત તમામ બાગ-બગીચાઓ 5 મે સુધી બંધ

- Advertisement -

રાજ્યમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં રાત્રિ કફર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. આજરોજ આ રાત્રિ કફર્યૂ ને 5 મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.28 એપ્રિલથી 5 મે સુધી જામનગર મહાનગરપાલિકા હસ્તકના તમામ બાગ-બગીચા તેમજ રણમલ તળાવ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી જામનગર મહાનગરપાલિકા હસ્તક આવેલ જામ રણજીતસિંહ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક સહિત અન્ય તમામ બાગ-બગીચા તથા રણમલ તળાવ તા.5 મે સુધી બંધ રહેશે. અગાઉ રણમલ તળાવ સવારે મોર્નિંગ વોક માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું પરંતુ હવે 5 મે સુધી રણમલ તળાવ સંપૂર્ણપણે બંધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular