Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, રાજ્યના આ જીલ્લાઓમાં પવન સાથે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, રાજ્યના આ જીલ્લાઓમાં પવન સાથે કમોસમી વરસાદ

- Advertisement -

એક બાજુ રાજ્યમાં કોરોનાના વાયરસની મહામારીના લીધે લોકો પરેશાન છે. ત્યારે હવે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.આજે રાજ્યના અનેક જીલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો અમરેલીના ખાંભા ગામે કરા સાથે ધોધમાર વરસાદ તેમજ  આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 

- Advertisement -

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાલુન્દ્રા સહિતના વિસ્તારોમાં કમોમસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એકાએક ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સિવાય આજે સાંજે પાલનપુરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો અમીરગઢ પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે આ બાજુ અમરેલી જીલ્લાના ખાંભા ગામે પણ કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વિવિધ જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી સહીત વિવિધ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં  પવન સાથે ઝરમર ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ગરમી બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular