Monday, December 23, 2024
Homeમનોરંજનવધુ એક અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા

વધુ એક અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા

- Advertisement -

ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું આજે રોજ હાર્ટ એટેકથી નિધન થયું છે. ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોમાં અભિનય કરનાર અમિત મિસ્ત્રીએ અણધારી વિદાય લીધી છે. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં અભિનય કર્યો છે.

- Advertisement -

અમિત મિસ્ત્રીનું આજે રોજ હાર્ટ એટેકથી નિધન થયું છે. અમિત મિસ્ત્રીએ બંદિશ  બેન્ડિટ્સમાં કામ કર્યુ હતુ અને તે તેમનુ ડિજીટલ હિન્દી ડેબ્યુ પણ હતુ. રાધેનાના કાકાના રોલની ઘણી પ્રશંસા થઇ હતી. તો ગુજરાતી ફિલ્મ બે યારમાં પણ તેમણે શાનદાર અભિનય કર્યો હતો. દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે બે જૂના મિત્રો જેણે મારા જીવનને સંગીતથી તરબોળ કરી દીધું, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. RIP શ્રવણ રાઠોડ, RIP અમિત મિસ્ત્રી.

પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેવામાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતાએ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular