હરિયાણાના જિંદ જીલ્લામાંથી ગઈકાલના રોજ ચોર વેક્સીનના 1710ની ચોરી કરી ગયા હતા. ચોરોએ કોવીડશિલ્ડના 1270 અને કોવૈક્સીનના 440 ડોઝની ચોરી કરી હતી. પંરતુ હવે વેક્સીનના ડોઝ ચોર પાછા મૂકી ગયો છે. વેક્સીનની ચોરી કરનાર શખ્સે વેક્સીન પરત કરતા કહ્યું કે સોરી મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે.
જિંદની સિવિલ હોસ્પિટલના પીપીસી સેન્ટર માંથી વેક્સીનની ચોરી થઇ હતી. પરંતુ એક પોલીસ સ્ટેશનની સામે ચા ની દુકાન પર પ્લાસ્ટિકની બેગમાં વેક્સીનની શીશીઓ મળી આવી. એક વૃદ્ધને આ બેગ મળતા તેઓ પોલીસ સ્ટેશન લઇ ગયા અને પોલીસે જોયું તો વેક્સીનની સાથે ચોરે લખેલ એક ચિઠ્ઠી પણ રાખી હતી. તેમાં લખ્યું હતું સોરી મને માફ કરી દેજો મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે.
જિંદ પોલીસ સ્ટેશનના ડીએસપી જીતેન્દ્ર ખટકડએ આ અંગે જાણકારી આપી હતી કે એક દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાંથી રાત્રીના સમયે વેકસીનની ચોરી થઇ હતી. પરંતુ બાદમાં ચોર આ વેકસીનના ડોઝ પરત કરી ગયો છે. ડીએસપીએ કહ્યું કે એવું બની શકે કે ચોર રેમડેસીવીર ઈજેક્શનના ચક્કરમાં કોરોનાની વેક્સીન ચોરી ગયા હોય. પોલીસે આ અજાણ્યા શખ્સ વિરુધ ગુન્હો નોંધીને તેની તપાસ હાથ ધરી છે.
અંતે ઉલ્લેખનીય છે કે ચોર ભલે વેક્સીન પરત કરી ગયો હોય પરંતુ તે હવે કોઈ કામની નથી કારણકે 12 કલાકથી વધુ જો વેક્સીન ફ્રીઝની બહાર રહે તો તે ડોઝ આપી શકાય નહી.