ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યના પોલીસ વડા દ્રારા એક વિડીયો સંદેશ મારફતે કોરોનાની નવી ગાઈડલાઈનું પાલન કરવા માટેની વાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્રારા લગ્ન સમારોહ માટે 50 લોકોની છુટ આપવામાં આવી છે. અને હવે જ્યાં લગ્ન યોજાવાના હશે તેઓએ ફરજીયાત પણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રાજ્ય સરકારે લગ્ન સમારહો માટે 50 લોકોની છૂટ આપી છે. હવે જ્યાં લગ્ન હશે તે પહેલા તમામ લોકોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. Digital Gujarat પર જઈને તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. હવે લગ્ન સમારહો પર પોલીસની ચાંપતી નજર રહેશે. જે શહેરમાં રાત્રી કર્ફ્યૂ છે ત્યાં રાત્રે લગ્ન સમારોહનું આયોજન થઈ શકશે નહીં. લગ્નના આયોજકો તથા પાર્ટી પ્લોટે પણ વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. જો નિયમનો ભંગ કરશો તો કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડાએ કહ્યુ કે, ચાર મહાનગરો સહિત જે 20 શહેરમાં કર્ફ્યૂ લાગુ છે. ત્યાં લોકો રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી બહાર નિકળે નહીં. જો લોકો નિયમનો ભંગ કરશે તો તોની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે, જે સરકારની એસઓપી છે, તેનું ખાસ પાલન કરવું પડશે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં દવાઓની કાળાબજારીની ઘટનાઓ સામે આવી રહી છે. જેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જો કોઈ દવાઓનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યું હોય તો રાજ્યની પ્રજા 100 નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. રાજ્યના પોલીસ વડાએ લોકોને ખાસ અપીલ કરી છે.


