Monday, December 23, 2024
Homeમનોરંજનસલમાન ખાનની “રાધે” ફિલ્મનું ટ્રેલર લોન્ચ, 13 મે ના રોજ રિલીઝ થશે...

સલમાન ખાનની “રાધે” ફિલ્મનું ટ્રેલર લોન્ચ, 13 મે ના રોજ રિલીઝ થશે ફિલ્મ

- Advertisement -

લોકો છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે. સલમાનખાનની ફિલ્મ  રાધે :યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું આજે ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. એક્શન અને ડ્રામાથી ભરપુર રાધેના ટ્રેલરમાં સલમાનખાન અનોખા અંદાજમાં જોવા મળ્યો છે.

- Advertisement -

આ ફિલ્મમાં સલમાન ખાનની પાછલી હિટ ફિલ્મોના ઘણા કલાકારો દર્શાવવામાં આવ્યા છે. દિશા પટાણી સલમાન સાથે ભારતમાં હતી, રણદીપ હૂડા સુલતાનમાં હતા, રાધેમાં તેમને વિલન બનાવવામાં આવ્યા છે. વોન્ટેડમાં પોલીસ અધિકારી બનેલા ગોવિંદ નામદેવ રાધે ફિલ્મમાં પણ પોલીસ અધિકારી બન્યા છે.પ્રભુદેવા દ્રારા ડીરેક્ટ કરવામાં આવેલ ફિલ્મ ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ નું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે.. ટ્રેલરમાં અપરાધોની દુનિયાની ઝલક શેર કરવામાં આવી છે, રાધે તેના વિરોધમાં છે. રણદીપ હૂડા વિલનની ભૂમિકા નિભાવી રહ્યો છે.  એક્શનની ભરપૂર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન એક્ટર તરીકે આશરે દોઢ વર્ષ પછી પડદા પર કમબેક કરી રહ્યો છે. છેલ્લે તે દબંગ 3માં દેખાયો હતો, તે 20 ડિસેમ્બર 2019ના રોજ આવી હતી. પ્રભુ દેવાના ડાયરેકશનમાં બનેલી રાધે 13 મેના રોજ થિયેટરની સાથે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે. ફિલ્મ રાધે 2020માં જ ઈદ પર રિલીઝ થવાનું હતું. પરંતુ કોરોના વાયરસની મહામારીના પરિણામે રિલીઝ થઇ શક્યું નહી. હવે 13મે ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular