જામ કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ સભ્યોને પ્રજા દ્વારા ખોબલે ખોબલે આપેલ મતની કદર કરવાને બદલે બીજા પક્ષના ખોળે બેસેલ જામ કલ્યાણપુર તાલુકા પંચાયતના ત્રણ સભ્યોને સાત વર્ષ માટે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતાં.
જામ કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો મુકેશભાઈ વલ્લભભાઈ પરમાર, વનીતાબેન વિનોદભાઈ નકુમ, પુષ્પાબેન રમેશભાઈ પરમાર હાલમાં યોજાયેલી તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચુંટણીમાં પક્ષે આપેલા વ્હીપનો અનાદર કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની વિરુદ્ધમાં મતદાન કર્યુ હતું. કોંગ્રેસ પક્ષના વ્હીપનું અનાદર કરી ત્રણેય સભ્યોએ શિસ્તભંગ કરેલ હોય ત્રણેય સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સાત વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અને પક્ષાંતર ધારાની જોગવાઈઓ મુજબ ત્રણેયનું તાલુકા પંચાયતનું સભ્ય પદ રદ કરવા કાર્યવાહી શરૂ કરી છે.