આજરોજ 14 એપ્રિલ નિમિતે બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ છે.જામનગર ખાતે બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના લાલબંગલા નજીક આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આંબેડકર જયંતિની ઉજવણી કરાઇ હતી. ભારતમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.
આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઇ કુંભારવડિયા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના પ્રદેશ ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી કે.પી.બથવાર, 5ૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, આનંદભાઇ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી એ.કે.મહેતા, જે.ટી.ચંદ્રનપાલ, સહારાબેન મકવાણા પૂર્વ કોર્પોરેટર તથા જામનગર જિલ્લા કોંગ્રેસના હોદ્ેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતાં.