Monday, December 23, 2024
Homeરાજ્યરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન

- Advertisement -

રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી શનિ-રવિ કોરોના કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. આથી રાજકોટના તમામ વેપારીઓ તથા નાગરિકોને શનિ-રવિ કોરોના કફર્યુનું પાલન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -

સમગ્ર દેશ તથા રાજયમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહયો છે. સરકાર દ્વારા કોરોના મહામારીને ખતમ કરવા માટે સંપુર્ણ મહેનત કરવામાં આવી રહી છે અને કોરોનાને ડામવા માટે યોગ્ય પગલાઓ પણ લેવામાં આવી રહયા છે.

રાજકોટમાં હાલની કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર દ્વારા અગાઉ વિવિધ એસોસીએશનનો સાથે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટીંગ યોજેલ હતી અને તમામ એસોસીએશનોએ રાજકોટ ચેમ્બર જે પણ નિર્ણય લેશે તેમાં સહમત થયેલ અને સંપુર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આજરોજ પણ રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ એસોસીએશનો સાથે વિચાર-વિમશ કરી કોરોનાની ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખી રાજકોટમાં શનિ-રવિ કોરોના કર્ફ્યુ જાહેર કરાવામાં આવેલ છે. તેથી રાજકોટ સીટીના તમામ વેપારીમિત્રો તથા આમ જનતાને શનિ-રવિ કોરોના કર્ફ્યુનું ખાસ પાલન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular