કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા છે. તેમણે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને પણ મળ્યા હતા.
છત્તીસગઢના બીજપુરમાં નક્સલવાદી હુમલામાં 24 જવાનો શહીદ થયા છે. નક્સલવાદીઓના આ કાયર કૃત્ય બાદ ગૃહ મંત્રાલય એલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલવાદીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન માટેની તૈયારી ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા છે. તેમણે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
આ સાથે આજે ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોન મળ્યા હતા. સવારે અમિત શાહ દિલ્હીથી જગદલપુર જવા રવાના થયા હતા. ગૃહમંત્રી અમિત શાહ જગદલપુરમાં પણ નક્સલીઓ પર મોટી બેઠક કરી હતી. આ પહેલા અમિત શાહે દિલ્હીમાં રવિવારે એક મોટી બેઠક યોજી હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ સાથે અર્ધલશ્કરી દળોના અધિકારીઓ પણ સામેલ હતા.