મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધતા સરકારે આકરા નિર્ણયો લેવાના શરુ કરી દીધા છે. પુણેમાં 7 દિવસ સુધી લગ્ન અને અંતિમસંસ્કાર સિવાય તમામ સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય પુણેમાં બાર, રેસ્ટોરન્ટ, હોટલો બંધ રહેશે ફક્ત હોમ ડીલીવરીની જ છૂટ હશે. સીટી બસ સેવા પણ બંધ રહેશે. સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. આ નિર્ણય શનિવાર થી લાગુ પડશે. અગામી શુક્રવારે સ્થિતિની સમીક્ષા બાદ આગળ નો નિર્ણય લેવામાં આવશે. આ દરમ્યાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે અને હજુ આકરા નિર્ણયો આવી શકે છે.
આ સાથે પુણે નગર નિગમે બહાર પાડેલ નવા નિયમ મુજબ મૃતકોની બોડી હવે પરિવારજનોએ જ સંભાળવી પડશે. વિગત મુજબ જો કોઈ વ્યક્તિ નું કોરોના થી ઘરે મૃત્યુ થાય તો તેના પરિવારેજ તેના મૃતદેહ ને શબવાહિની સુધી પહોચાડવું પડશે. તંત્ર તરફથી મૃતકના પરિવારને એક બોડી બેગ અને ચાર PPE કીટ આપવામાં આવશે અને તે કીટ પહેરી તેમણે મૃતદેહ ને શબવાહિનીમાં મુકવાનું રહેશે.