કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા અને કડિયાકામ કરતા યુવાને તેની પત્નીને ખોટા મેસેજ કરવાની ના પાડતા ત્રણ શખ્સોએ પતિ-પત્નીને માર મારી પતાવી દેવાની ધમકીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા અને કડિયાકામ કરતા ખોડાભાઈ ઉર્ફે કારો ખીમજીભાઈ ખીમસૂરિયા નામના યુવાનની પત્નીને મહેશ મકવાણા નામનો શખ્સ ખોટા મેસેજ કરી ઘર પાસે આવી માથાકૂટ કરતો હતો. જેેથી ખોડાભાઈએ મેસેજ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા મહેશ ગોવિંદ મકવાણા, ગોવિંદ નથુ મકવાણા, નીતિન ગોવિંદ મકવાણા નામના ત્રણ શખ્સોએ લાકડા ધોકા વડે માર મારતા બચાવવા પડેલા મહિલા ઉપર લાકડી ફટકારી હતી તેમજ મુંઢ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બનાવ અંગેની જાણ થતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે તપાસ આરંભી હત.