Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવેરાવળ-પાટણ હવેથી “સોમનાથ” ના નામે ઓળખાશે

વેરાવળ-પાટણ હવેથી “સોમનાથ” ના નામે ઓળખાશે

- Advertisement -

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાની પ્રથમ બજેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.બઠેકમા વેરાવળ-પાટણ શહેરનું નામ સોમનાથ અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાનું નામ સોમનાથ નગરપાલીકાના કરવા ઠરાવ રજૂ કર્યો હતો. જેને ભાજ૫, કોંગ્રેસ અને અ૫ક્ષના તમામ નગરસેવકોએ સર્વાનુમતે મંજુર કર્યો છે. 

- Advertisement -

હવેથી વેરાવળ-પાટણ શહેર સોમનાથ અને વેરાવળ પાટણ નગરપાલિકા સોમનાથ નગરપાલિકાના નામે ઓળખાશે. સોમનાથ મહાદેવના નામને આધારે આ નામકરણ કરવામાં આવ્યું છે.  આ અંગે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગો તથા મુખ્ય મંત્રીને જાણ કરવામાં આવી છે અને મંજૂરી અર્થે ઠરાવ મોકલવામાં આવ્યો છે. બેઠકના પ્રથમ એજન્ડામાં વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાનું સોમનાથ નગરપાલીકા નામકરણ માટે યોગ્ય કાર્યવાહી અર્થે ઠરાવ રજૂ કરેલ જેને સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજુર કરેલ હતો. પ્રમુખ પિયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોઇપણ જાતના નવા કરવેરા વિનાનું વર્ષ 2021-22 નું રૂા. 83.67 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું.

બોર્ડમાં ઉપસ્થીત 40 નગરસેવકો માંથી કોંગ્રેસના એક માત્ર નગરસેવક અફઝલ પંજા એ વિરોઘ કરેલ. આ સીવાય વેરાવળ સોમનાથ નગર ને હરીયાળું અને રળીયામણું બનાવવા માટે વૃક્ષારોપણના મહાઅભિયાન હેઠળ શહેરી વિસ્તારમાં 1 લાખ 8 હાજર વૃક્ષોના વાવેતરનો સંકલ્પ રજુ કરાયેલ છે. આ અભિયાન અંતર્ગત શહેર ની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ, સરકારી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરી મહાઅભિયાનને મૂર્તિમંત કરવામાં આવશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular