ભારતે ફ્રાંસ પાસેથી રાફેલની ખરીદી કરી છે. ત્યારે આજે સાંજ સુધીમાં દેશમાં વધુ ત્રણ રાફેલ આવી પહોચશે. આ સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા વધીને 14 થઇ જશે. આ ત્રણે રાફેલ અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં ભાગ લેશે. ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ ત્રણે વિમાન યુએઈના રસ્તેથી આવશે. જ્યાં રાફેલને હવામાં ઇંધણ ભરવાની સુવિધા મળશે.
મળી રહેલ માહિતી મુજબ સાંજે 7 વાગ્યે ત્રણે રાફેલ ગુજરાત પહોચશે. આ રાફેલ વિમાનો પશ્ચિમ બંગાળના હાશીમારા એરફોર્સ બેઝ પર તૈનાત કરવામાં આવશે. આ અગાઉ રાફેલને અંબાલાઅરફોર્સ સ્ટેશન પર રાખવામાં આવ્યા હતા. રાફેલના આવ્યા બાદ ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થયો છે. રફાલનું સૌથી ખતરનાક શસ્ત્ર સ્કેલ્પ પીએલ -15 એમરામ મિસાઇલ છે. જે પડોશી દુશ્મન દેશોની હાલત વધુ ખરાબ કરશે. ભારતમાં આજે રોજ જે રાફેલ આવી રહ્યા છે તે M88-3 Safran ના ડબલ એન્જિનથી સજ્જ છે. જેમાં સ્માર્ટ હથિયાર સિસ્ટમ સ્થાપિત છે.
અંતે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં ભારતને ફ્રાંસથી રાફેલ લડાકુ વિમાન મળવાની શરૂઆત થઇ ગઈ છે. ગયા વર્ષે, જ્યારે લદાખ બોર્ડર પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો હતો, ત્યારે રાફાલ લડાકુ વિમાનએ લેહ-લદાખમાં પોતાની તાકાત બતાવી હતી. ભારત ફ્રાંસ પાસેથી 36 રાફેલની ખરીદી કરશે. વર્ષ 2022ના અંત સુધી ભારતને તમામ વિમાન મળી જશે.