Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરના ઢીંચડામાં યુવાન ઉપર કાકા સહિત પાંચ શખ્સો દ્વારા હુમલો

જામનગરના ઢીંચડામાં યુવાન ઉપર કાકા સહિત પાંચ શખ્સો દ્વારા હુમલો

કાકાની પુત્રીના લગ્નમાં આવવાની ના પાડતા ધમકી : લોખંડના પાઇપ વડે મારમાર્યો : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર નજીક આવેલા ઢીંચડા ગામના હુસેની ચોકમાં કૌટુંબીક ભત્રીજા ઉપર કાકા સહિતના પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હુમલો કરી ધમકી આપ્યાનો ગુન્હો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ઢીંચડા ગામના હુસેની ચોક વિસ્તારમાં રહેતા હસન સાંઢને તેના કાકા સાથે વહેવાર ન હોય અને કાકાની દિકરીના લગ્નમાં તેને આમંત્રણ આપતા યુવાને લગ્નમાં આવવાની ના પાડતા અબ્દુલ ઓસમાણ સાંઢ, ઇરફાન ઓસમાણ સાંઢ, આબિદ ઓસમાણ સાંઢ, રજાક જુમ્મા સાંઢ, જાફર ઇસ્માઇલ સાંઢ સહિતના પાંચ શખ્સોએ હસનને આંતરીને લોખંડના પાઇપ વડે માથામાં જમણાં કાન પાછળ અને વાંસામાં હુમલો કર્યો હતો. તેમજ હસનને છોડાવા વચ્ચે પડેલા વ્યકિત ઉપર પણ હુમલો કરી મુઢમાર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ રજાક અને જાફર નામના બે શખ્સોએ હસનને અપશબ્દ બોલી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા હસન સહિતના બે વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણ થતાં પીએસઆઇ વી.કે.કણજારિયા તથા સ્ટાફે ભોગ બનનાર હસનના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો ગૂન્હો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular