Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબાંગ્લાદેશ-નેપાળ-શ્રીલંકાથી ભારતમાં દાણચોરીથી આવી રહ્યા છે ઇંધણો

બાંગ્લાદેશ-નેપાળ-શ્રીલંકાથી ભારતમાં દાણચોરીથી આવી રહ્યા છે ઇંધણો

સૌરાષ્ટ્રના સાગરકાંઠે અવારનવાર પકડાતું ગેરકાયદેસરનું ડીઝલ પાકિસ્તાનથી આવે છે ?: ચર્ચા

- Advertisement -

ભારતની આસપાસના દેશોમાં અને ભારતમાં ઇંધણોના ભાવોમાં મોટો ફરક હોવાના કારણે પાડોશી દેશોની સરહદો પરથી ભારતના જમીની અને દરિયાઇ સરહદોના વિસ્તારોમાં દાણચોરીથી ઇંધણો લાવવાની પ્રવૃતિઓ થતી હોવાની વ્યાપક ચર્ચા છે. અત્રે નોંધનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિક પોલીસતંત્રો દ્વારા અવાર નવાર ગેરકાયદેસરના ડિઝલના જથ્થા ઝડપાતા હોય છે. પરંતું આ પ્રકારના કિસ્સાઓની ધનિષ્ઠ તપાસ થતી હોતી નથી. સૌરાષ્ટ્રમાં એવી પણ ચર્ચા છે કે, પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ડિઝલ સહિતના ઇંધણોની દાણચોરી થતી હોય શકે છે.

- Advertisement -

ભારતમાં ઇંધણની પમ્પ પ્રાઇસ એટલી બધી વધારે છે કે પડોશી દેશોમાંથી તેની દાણચોરીની શરૂઆત થઇ ગઈ છે. નેપાળની જમીન સરહદ પર 1360 લિટર ડીઝલ ભરેલું એક ટેન્કર પકડાયું હતું તેમ પોલીસે જણાવ્યું હતું. નોંધનીય છે કે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા પડોશી દેશોમાં ભારતમાંથી જ ઇંધણની નિકાસ કરવામાં આવે છે પરંતુ નીચા કરના કારણે આ દેશોમાં ઇંધણની કિંમત ભારતની સરખામણીએ 50-60 ટકા જેવી જ છે અને તેને કારણે દાણચોરીને પ્રોત્સાહન મળ્યું છે. દરમિયાન, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે ત્યારે જનતાને થોડી રાહત આપવા માટે એક પછી એક એમ ચાર રાજ્યોએ ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. તેને પગલે હવે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યો પર પણ કરમાં ઘટાડો કરવા માટે દબાણ વધી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. રાજસ્થાન સરકારે પાછલા મહિને પેટ્રોલ-ડીઝલ પર વેલ્યૂ એડેડ ટેક્સમાં 2-2 ટકાનો ઘટાડો કર્યો હતો. ચૂંટણીના વાતાવરણમાં બંગાળમાં મમતા સરકારે રવિવારે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિલિટરે રૂ. એકનો ઘટાડો જાહેર કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular