- Advertisement -
મોબાઇલ યૂઝર્સને એકવાર ફરીથી મોટો ઝટકો લાગી શકે છે. થોડાક સમય બાદ તમને તમારા ડેટા અને કોલિંગ માટે વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે. કેમકે ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફમાં વધારો કરવા જઇ રહી છે.
એક નવા રિપોર્ટ પ્રમાણે આગામી નાણાંકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી આ કિંમતોમાં વધારો થઇ શકે છે. ખરેખરમાં કંપનીઓ રેવન્યૂ વધારવા માટે ટેરિફમાં વધારો કરી રહી છે. આ પહેલા ગયા વર્ષે પણ કંપનીઓએ આના ભાવ વધાર્યા હતા.
રિપોર્ટનુ માનીએ તો ટેરિફમાં વધારો અને યૂઝર્સને 2G થી 4G માં આવવા કારણે ARPU એટલે કે એવરેજ રેવન્યૂ પર યૂઝરમાં સુધારાની સંભાવના છે. આ 220 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આગામી બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીની રેવન્યૂ 11 થી 13 ટકા અને નાણાંકીય વર્ષ 2022 માં ઓપરેટિંગ માર્જિન 38 ટકા સુધી વધી શકે છે. ICRA અનુસાર સેક્ટર ઇન્ફ્લેક્શન પોઇન્ટ વધુ વધી રહ્યો છે. જ્યાં ગ્રોથનો આગામી ફેઝ નોન-ટેલ્કો વ્યવસાયો દ્વારા સંચાલિત કરવામાં આવશે. આમાં ઇન્ટરપ્રાઇઝ બિઝનેસ, ક્લાઇડ સર્વિસીઝ, ડિજીટલ સર્વિસીઝ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ સર્વિસીઝ સામેલ છે.
- Advertisement -