જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં નારાજગીઓ અને વિરોધના દોર બાદ જામનગર જીલ્લા અને તાલુકા પંચાયતમાં વિરોધ યથાવત રહ્યો છે. જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ટીકીટ ફાળવણી મુદ્દે કોંગ્રેસની નારાજગી સામે આવી છે. જેમાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ મહામંત્રી સહીત અનેક લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દેતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયુ છે.
જામનગર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ટીકીટ ફાળવણી મુદ્દે કોંગ્રેસની નારાજગી સામે આવી છે. માટે અનેકે રાજીનામાં આપ્યા છે જેમાં જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઈ આહીર, જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમત ખવા,જામનગર તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ શિયાળ,જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડીયા, જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ મકવાણા, વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઈ ચાંગણી, જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્ય,જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગિરથભાઈ ગોહિલ, જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ ડાંગરે કોંગ્રેસ માંથી રાજીનામાં આપ્યા છે.
જયારે હેમંત ખવાના માતાએ બહુજન સમાજ પાર્ટી માંથી અને વશરામભાઈ આહિરે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.