જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રે 50 વર્ષ થી કાર્યરત અને સૌથી જૂની સંસ્થા એવી જામનગર પત્રકાર મંડળ દ્વારા મંડળના સભ્યોના તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં આતિથ્ય રેસ્ટોરન્ટ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં ધોરણ 1 થી 12 અને તેનાથી પણ ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ લાવનાર 18 જેટલા વિદ્યાર્થીઓને સન્માન પત્ર અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
આ તકે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા અને મેરામણભાઇ ભાટુ, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ, ઉપપ્રમુખ સંજયભાઈ જાની, મંત્રી કિંજલભાઈ કારસરીયા, ખજાનચી સુચિતભાઈ બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંડળના સભ્યો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.


