હાપા જલારામ મંદિરે શનિવારે સાંજે રોટલા અન્નકોટ ઉત્સવ યોજાયો હતો જેમાં રાગી, પાલક, સિતાફળ, સ્ટ્રોબરી, ડ્રાયફુટ સહિત 111 પ્રકારના રોટલા તૈયાર કરી જલારામ બાપાને ધરવામાં આવ્યા હતાં. ત્યારબાદ જલારામ ભકતોમાં તેનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જલારામ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ, સંત શિરોમણી જલારામ બાપાએ 1876 થી શરુ કરેલા અન્નક્ષેત્ર સેવા યજ્ઞની પ્રેરણાના ભાગરૂપે જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના આંગણે દર વર્ષે રોટલા અન્નકૂટનું આયોજન કરાય છે. જે પરંપરા અનુસાર આ વખતે પણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાયો હતો.
View this post on Instagram
જામનગરના હાપા જલારામ મંદિરમાં દર વર્ષે અલૌકિક રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. જામનગરમાં 17 જાન્યુઆરીના રોજ સતત 11 માં વર્ષે આ રોટલા અન્નકૂટ ધરાયો હતો. જેમાં મકાઈ, રાગી, મેથી, પાલક, સીતાફળ, સ્ટ્રોબેરી, ડ્રાયફૂટ વિવિધ કઠોળ અને શાકભાજી સહિતના 111 રોટલા બનાવી જલારામ બાપાને ધરવામાં આવ્યા હતા. હાપા જલારામ મંદિર ખાતે રોટલા અન્નકૂટ પાછળનો મુખ્ય હેતુ જલારામ બાપાએ જગાવેલી સેવાની જ્યોતને જાળવી રાખવાનો છે. ભોગ ધરાવેલા વિવિધ રોટલાને મંદિરમાં દર્શને આવતા જલારામ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તો રોટલા અન્નકોટના દર્શન માટે ઉમટી પડયા હતા.


