Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરજૂની બોલાચાલીનો ખાર રાખી શ્રમિક યુવાન ઉપર મુઠ અને છરી વડે હુમલો

જૂની બોલાચાલીનો ખાર રાખી શ્રમિક યુવાન ઉપર મુઠ અને છરી વડે હુમલો

જામનગરના બેડીના થરી વિસ્તારમાં ઘર પાસે બેસવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાંચ શખ્સોએ એકસંપ કરી શ્રમિક યુવાન ઉપર લોખંડની મુઠ અને પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની મળતી વિગત મુજબ જામનગરના બેડી થરી વિસ્તારમાં રહેતાં અવેશ ઇકબાલભાઇ બશર (ઉ.વ.29) નામના યુવાનના ઘર પાસે બેસવાની બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી તા. 13ના રાત્રિના સમયે શબુ ઇબ્રાહિમ સાંઘાણી, રમજુ ઇબ્રાહિમ સાંઘાણી, મજીદ ઇબ્રાહિમ સાંઘાણી, અશુ હુશેન ગોરી, ઇમ્તીયાઝ અસલમ ગોરી નામના પાંચ શખ્સોએ એકસંપ કરી અવેશ તથા તેના પિતા બાઇક પર ઘરે જતા હતા ત્યારે આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી અવેશ ઉપર લોખંડની મુઠ અને છરી વડે હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા અવેશને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ કે. કે. માંધણ તથા સ્ટાફએ પાંચ શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular