Thursday, January 1, 2026
Homeરાજ્યજામનગરરોકાણના નામે 1.87 કરોડની છેતરપીંડી કેસમાં એક શખ્સ ઝડપાયો - VIDEO

રોકાણના નામે 1.87 કરોડની છેતરપીંડી કેસમાં એક શખ્સ ઝડપાયો – VIDEO

સાયબર ક્રાઇમ પોલીસે પુણેમાંથી શખ્સને દબોચ્યો

જામનગરના આસામીને રોકાણના નામે રૂપિયા રૂા.1.87 કરોડ પડાવી લેનાર ગેેંગના સભ્યને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પુણેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના આસામી સાથે વોટસએપ કોન્ટેક કરી ટ્રેડીંગ એડવાઇઝર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની કંપની મારફતે અલગ અલગ સ્કીમમાં રોકાણ કરી ટ્રેડીંગ પર મોટુ પ્રોફીટ મેળવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રૂા.1 કરોડ 87 લાખની છેતરપીંડી આચરી હતી. આસામીએ દિવાન એન્ટરપ્રાઇઝ નામની પેઢીના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતાં. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી આ દરમિયાન સાયબર ક્રાઇમના હે.કો. કારૂભાઇ વસરાએ ટેકનીકલ એનાલીસીસ કરી પીએસઆઇ એચ.કે. ઝાલા તથા હે.કો. ભગીરથસિંહ ઝાલા, તથા હ્યુમન સોર્સીસથી માહિતી એકત્ર કરી મહારાષ્ટ્રના પુણે ખાતેથી એઝાઝ સલીમ શેખ નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular