જામનગરના સચાણા ગામમાં ગત્રાત્રે થયેલ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા હત્યાનો ગુનો નોંધાયો છે. કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે તથા હોસ્પિલે દોડી ગઇ હતી અને 14 જેટલાં શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂથ અથડામણની મળતી વિગત મુજબ જામનગરના સચાણા ગામમાં રહેતાં અને ખેતીકામ કરતાં હાજી બચુ કક્કલએ અકબર દાઉદ બુચળ પાસેથી માછલી પકડવાની જાળી લીધી હોય, જેના રૂપિયા બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. આ દરમ્યાન ગઇકાલે તા. 31ના સાંજના સમયે અકબર દાઉદ બુચળ સહિત 14 જેટલાં શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને એકસંપ કરી ફરિયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં અકબર દાઉદ બુચડએ ફરિયાદીના બનેવી ઇસ્માઇલભાઇ ઉપર છરી વડે હુમલો કરતાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ જૂથ અથડામણમાં દસ જેટલા લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં પંચકોષ ‘એ’ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
View this post on Instagram
મૃતક ઈસ્માઇલભાઇનો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે હાજી બચુભાઇ કક્કલ દ્વારા અકબર દાઉદ બુચળ, ઉમર દાઉદ બુચળ, સિદિક દાઉદ બુચળ, જાફર ઉમર બુચળ, ઇમરાન ઉમર બુચળ, અફઝલ ઉમર બુચળ, જુસબ ઓસમાણ ગંઢાર, સુલ્તાન જાકુ બુચળ, આબિદ હાજી સાયચા, જાકિરહુસેન જુમાઅલી જામ, શબ્બીર અસગર બુચળ, જિલાની અસગર બુચળ, જાવેદ જુમાઅલી જામ, જુમાઅલી જામ સહિત 14 જેટલા શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પંચ ‘એ’ ડિવિઝનના પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.


