Thursday, January 1, 2026
Homeરાજ્યજામનગરરીલાયન્સ ટાઉનશીપમાં નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત - VIDEO

રીલાયન્સ ટાઉનશીપમાં નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત – VIDEO

રીલાયન્સ ટાઉનશીપમાં નવા વર્ષ 2026ના આગમનને ભવ્ય અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યું. મધરાત્રીના ઘડિયાળે જેમ જ નવા વર્ષનું આગમન થયું તેમ આકાશમાં ભવ્ય આતિશબાજી સાથે રોશનીનો શણગાર ઝળહળી ઉઠ્યો. રંગબેરંગી લાઈટિંગથી આખી ટાઉનશીપ ઝગમગી ઉઠી અને આકાશમાં લાઈટિંગની મનમોહક રંગોળી સર્જાઈ.

- Advertisement -

ભવ્ય ફાયરવર્ક્સ, ઝળહળતી લાઈટ્સ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે રહેવાસીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. સંગીત, ખુશી અને ઉત્સવના માહોલે સૌને આનંદમાં તરબોળ કરી દીધા. રીલાયન્સ ટાઉનશીપમાં 2026નું આ સ્વાગત સૌ માટે યાદગાર પળ બની રહ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular