રામ જન્મભૂમિ અયોધ્યામાં થયેલી પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ગાંઠના પાવન અવસર નિમિત્તે જામનગર શહેરના ઓસવાળ હોસ્પિટલ નજીક પાન દ્વારા ભક્તિભાવપૂર્વક પાન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 12,212 જેટલા પાન બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં રામભક્તિ અને ધાર્મિક ભાવનાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક પાન સ્વીકારી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ગાંઠને ભાવભેર ઉજવી હતી. આયોજકો દ્વારા શાંતિ, ભક્તિ અને સેવા ભાવના સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.
View this post on Instagram


