જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો થતાં એલસીબી સહિતની પોલીસ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાલાવડ નાકા બહારના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસ્લમ ખીલજી ઉપર ગઇકાલે રાત્રિના સમયે જીવલેણ હુમલો થયા બાદ જામનગર પોલીસ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી ‘એ’ ડિવિઝનના પીઆઇ એન. એ. ચાવડા સહિત સર્વેલન્સ ટીમ, એલસીબી, પીએસઆઇ પી. એન. મોરી સહિતના સ્ટાફ દ્વારા કાલાવડ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તાર, ગુજરાતીવાડ, પટ્ટણીવાડ, વાઘેરવાડા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુું. તેમજ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
View this post on Instagram


