Wednesday, December 24, 2025
Homeરાજ્યગુજરાતસર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે ભારતનો પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ...

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે ભારતનો પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ કર્યો

વર્લ્ડ-ક્લાસ સર્જિકલ કેર સુલભ બનશે : રિલાયન્સ જિયોની હાઈ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી જામનગર અને અન્ય જગ્યાએ અદ્યતન સર્જિકલ નિપુણતા લાવતી એક ક્રાંતિકારી પહેલ

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (HNRFH), મુંબઈ એ ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ (DAOH) અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂ કર્યો છે. રિલાયન્સ જિયો દ્વારા સંચાલિત, આ પહેલ ભારતમાં રિમોટ સર્જિકલ કેરના નવા યુગનો પ્રારંભ કરે છે. આ પ્રોગ્રામ દ્વારા, HNRFHના નિષ્ણાત સર્જનો દેશભરના સહયોગી હેલ્થકેર સેન્ટરો પર રિમોટલી રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરશે અને માર્ગદર્શન આપશે – જે નોન-મેટ્રો અને ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને સીધી વિશિષ્ટ, ઉચ્ચ-ચોકસાઈવાળી સંભાળ પૂરી પાડશે.

- Advertisement -

આ કાર્યક્રમનો હેતુ ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દર્દીઓને અદ્યતન સર્જિકલ સારવાર મેળવતા અટકાવતા અવરોધો દૂર કરવાનો છે. મુસાફરીની જરૂરિયાત ઘટાડીને અને નિષ્ણાતો સુધી સમયસર પહોંચ સુનિશ્ચિત કરીને, આ પહેલ શહેરી-ગ્રામીણ આરોગ્ય સંભાળના અંતરને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ પ્રોગ્રામ હેઠળ પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ યુરોલોજી-ઓન્કોલોજીના નેતૃત્વમાં કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગર, ગુજરાત ખાતે સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ભારતના ટેલિમેડિસિન અને રોબોટિક સર્જરીના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરે છે.

અદ્યતન રોબોટિક સિસ્ટમ્સ અને રિલાયન્સ જિયો દ્વારા સક્ષમ બનાવાયેલી સુરક્ષિત, હાઈ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટી દ્વારા સંચાલિત આ પ્લેટફોર્મ અસાધારણ સર્જિકલ ચોકસાઈ, વિશ્વસનીયતા અને રીઅલ-ટાઇમ ક્લિનિકલ સહયોગ સુનિશ્ચિત કરે છે. HNRFHની મલ્ટિ ડિસિપ્લિનરી ટીમે આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો, જે ટેકનોલોજીકલ એકીકરણ અને ક્લિનિકલ ટીમવર્કનું સીમલેસ મોડેલ દર્શાવે છે. આ પ્રોગ્રામ જામનગર અને આસપાસના વિસ્તારોમાં ગ્રાઉન્ડ મેડિકલ ટીમો માટે સતત માર્ગદર્શન અને ક્ષમતા-નિર્માણને પણ ઘનિષ્ઠ બનાવે છે.

- Advertisement -

સંસ્થાકીય સ્તરે, ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ ડિજિટલ ઇનોવેશન અને તેની વિશિષ્ટ સંભાળને મેટ્રોપોલિટન સીમાઓની બહાર સુધી વિસ્તારવાના HNRFHના સંકલ્પને રેખાંકિત કરે છે. તે આત્મનિર્ભર ભારતની ભાવનાને પણ મૂર્ત સ્વરૂપ આપે છે, જેમાં રીઅલ-ટાઇમ ટેલિ-ટ્રાન્સમિશન માટે સક્ષમ સ્વદેશી રીતે વિકસિત ભારતીય રોબોટિક સર્જિકલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લોન્ચ પ્રસંગે, ડો. તરંગ જ્ઞાનચંદાની, ગ્રુપ CEO – હેલ્થકેર ઇનિશિયેટિવ્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલએ જણાવ્યું હતું કે: “અદ્યતન હેલ્થકેર ભૌગોલિક સીમાઓથી મર્યાદિત ન હોવી જોઈએ. દાયકાઓથી, વિશિષ્ટ સર્જિકલ કેર કેટલાક શહેરી કેન્દ્રોમાં કેન્દ્રિત રહી છે, જેના કારણે લાખો લોકો સમયસર સારવારથી વંચિત રહી જાય છે. અમારા ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ દ્વારા, અમે અદ્યતન રોબોટિક્સ અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતમાં જટિલ સર્જિકલ કેર કેવી રીતે પહોંચાડવામાં આવે છે તેની પુન:કલ્પના કરીને તે વાસ્તવિકતા બદલી રહ્યા છીએ. મુંબઈમાં અમારા સર્જનોને દેશભરના દર્દીઓ માટે રિમોટલી સર્જરી કરવા માટે સક્ષમ બનાવીને, અમે વર્લ્ડ-ક્લાસ કુશળતાની જ્યાં તેની સૌથી વધુ જરૂર છે ત્યાં લઈ જઈ રહ્યા છીએ. આ પહેલ અમારી એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે ટેકનોલોજી, કરુણા અને જવાબદારી દ્વારા માર્ગદર્શન પામીને, લોકોની સેવા કરવી જોઈએ – ગરિમા, સાતત્ય અને વિશ્વાસ સાથે ઘરની નજીક ઉત્તમ સારવાર પહોંચાડવી જોઈએ.”

- Advertisement -

અનીશ શાહ, COO, જિયો પ્લેટફોર્મ્સએ જણાવ્યું હતું કે, “જામનગરમાં રિમોટ લોકેશન પર ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ એ વાતનું શક્તિશાળી પ્રદર્શન છે કે જિયોનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રીય સ્તરે આવશ્યક સેવાઓને કેવી રીતે બદલી શકે છે. અમારું વિઝન હંમેશા એક કનેક્ટેડ, ટેકનોલોજીકલી સશક્ત ભારત બનાવવાનું રહ્યું છે, જ્યાં વર્લ્ડ-ક્લાસ કુશળતા અને જટિલ સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચે, પછી ભલે તેઓ ગમે ત્યાં રહેતા હોય. રિમોટ રોબોટિક સર્જરી માટે જરૂરી સુરક્ષિત, અલ્ટ્રા-લો-લેટન્સી કનેક્ટિવિટી પૂરી પાડીને, અમે દેશભરમાં અદ્યતન આરોગ્યસંભાળમાં સમાન પ્રવેશ કેવો હોઈ શકે તે ફરીથી વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી રહ્યા છીએ. આ સહયોગ દર્શાવે છે કે આગામી પેઢીના ડિજિટલ નેટવર્ક્સ અંતરિયાળ વિસ્તારોને જોડીને અને જીવનરક્ષક, ઉચ્ચ-ચોકસાઈવાળી સંભાળને દર્દીઓની નજીક લાવીને મેડિસિનમાં નવી શક્યતાઓ કેવી રીતે ખોલી શકે છે. અમને આ સીમાચિહ્ન હાંસલ કરવામાં સહયોગ કરવા બદલ ગર્વ છે અને અમે અંતરિયાળ વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં સુધારો કરે અને ભારતની હેલ્થકેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવે તેવાં ઈનોવેશન્સને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular