Friday, December 5, 2025
Homeરાજ્યહાલારફલ્લા નજીક રસ્તો ક્રોસ કરતાં બાઇકચાલકને સ્કોર્પિયોએ ઠોકરે ચઢાવ્યા

ફલ્લા નજીક રસ્તો ક્રોસ કરતાં બાઇકચાલકને સ્કોર્પિયોએ ઠોકરે ચઢાવ્યા

વાવડી આહિર સમાજ પ્રમુખનું અકસ્માતમાં મૃત્યુ : પોલીસ દ્વારા સ્કોર્પિયો ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ નજીક બાઇક ચાલકને સ્કોર્પિયો કારએ ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં બાઇક સવાર પ્રૌઢનું મોત નિપજયાના બનાવમાં પોલીસે સ્કોર્પિયો ચાલક વિરૂઘ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા અને ખેતી કરતાં વાવડી આહિર સમાજના પ્રમુખ પ્રભાતભાઇ રવાભાઇ બાલસરા (ઉ.વ.60) નામના પ્રૌઢ સોમવારે સવારના દસ વાગ્યાના અરસામાં તેના જીજે10-બીસી-0079 નંબરના બાઇક પર ફલ્લા ગામ નજીક વરવાળા હોટલ સામેનો રોડ ક્રોસ કરતાં હતા ત્યારે જામનગર તરફથી આવી રહેલી જીજે25-બીએ-6040 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારના ચાલકે બાઇકને હડફેટ લેતાં પ્રૌઢને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન પ્રૌઢનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. મૃતક પ્રૌઢ હસમુખા સ્વભાવના અને ગામના અગ્રણી તથા આજુબાજુના ગામમાં લોકચાહના ધરાવતા હતા. બનાવ અંગે મૃતકના પુત્ર સુરેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જી. કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular