જોડીયા તાલુકાના શામપર ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્ર એક્શન મોડમાં છે. વારંવાર ચેતવણી છતાં દબાણ ન હટાવતાં તંત્રએ બુલડોઝર ચલાવવાની તૈયારી કરી છે.
દબાણકારોને આજની તારીખ સુધી દબાણ સ્વયં દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ઘણા લોકોએ દબાણ યથાવત રાખતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગામમાં વર્ષોથી ચાની દુકાન ચલાવતા વૃદ્ધ માજીને પણ નોટિસ અપાઈ છે. રાણીબેન ટોયટા, રહેમાન શોઢા સહિત પાંચ વ્યક્તિઓને નોટિસ મળતાં મામલો વધુ ગરમાયો છે.
રાણીબેન ટોયટા તેમજ અન્ય ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે ગામના સરપંચે ચૂંટણી દરમિયાન મત ન આપનારાઓ સામે ખાર રાખી ખારવેદરૂપે નોટિસ આપી છે. તંત્રએ જો દબાણ દૂર કરવાનું હોય તો સર્વ માટે એકસરખા નિયમો લાગુ કરવા જોઈએ. અમુક લોકોને જ ટારગેટ કરવામાં આવી રહ્યા છે, ગામમાં અન્ય પણ દબાણ છે સરપંચે પણ ખુદ દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. દબાણ દૂર કરવાની આજ છેલ્લી તારીખ હોવાને કારણે દબાણકારોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે તંત્રનો દાવો છે કે કાર્યવાહી સંપૂર્ણ કાયદેસર રીતે અને નિયમ મુજબ કરવામાં આવી રહી છે.


