જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. જ્યારે ખાસ આઠમના નોરતા નું મહત્વ હોય છે.ત્યારે આઠમા નોરતે 10,000થી વધુ લોકોએ મોબાઈલ ફ્લેશલાઈટનો ઉપયોગ કરીને માતાજીની ડિજિટલ આરતી કરી હતી. આ મહોત્સવ પ્રણામી સ્કૂલ પાસેના પ્રણામી ગ્રાઉન્ડ અને સેટેલાઈટ પાર્કમાં યોજાઈ રહ્યો છે.
નવરાત્રીના આઠમા નોરતાનું વિશેષ મહત્વ હોય છે. આ પ્રસંગે મા ખોડલની સાત બહેનોની એક વિશેષ ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાત બહેનો ગ્રાઉન્ડમાંથી ચાલીને સ્ટેજ સુધી પહોંચી હતી, જે દ્રશ્યો મા ખોડલ સહિત સાત દેવીઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા હોય તેવા ભક્તિમય લાગતા હતા. આરતી દરમિયાન, સમગ્ર ગ્રાઉન્ડમાં 10,000થી વધુ લોકોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને ડિજિટલ આરતીનો અદ્ભુત નજારો સર્જ્યો હતો. આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક અને ભક્તિપૂર્ણ હતું.આ નવરાત્રી મહોત્સવ લેઉવા પટેલ સમાજના યુવાનો, વડીલો અને પરિવારો માટે પારિવારિક માહોલમાં ગરબા રમી શકે તે માટે ખાસ સુવિધાઓ સાથે આયોજિત કરવામાં આવ્યો છે.
View this post on Instagram
ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.આ ભવ્ય આયોજનના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેમાં 10,000 લોકો દ્વારા કરવામાં આવેલી ડિજિટલ આરતીનો અનોખો નજારો કેદ થયો હતો


